કન્સ્ટ્કશન શરૂ કરતાં પહેલા - Before starting construction Work
આપડે કોઈ નવી સીટે ચાલુ તો કરીયે પણ એ ચાલુ કરતા પેલા એન્જીનીર કે સુપેરવીશોર એ સુ ધ્યાન માં રાખવું ને સુ ચેક કરવાનું એ આપડે થોડું જાણી લઈએ...
- DILR ના સર્વે અનુસાર પ્લોટના (ખુટા મારીને) પ્લોટ એરીયા નકકી કરો. લોખંડના સળીયા અને કોકીીંટ સાથે પોઈન્ટ બરાબર ફિક્સ કરો. ખાસ કાળજી રાખો કે બાંધકામ વખતે ખુટાને નુકશાન ન થાય. દરેક ખુટાને નજીકના ફિક્સ પોઈન્ટથી રેફરન્સ માપ લઈ તેનું ડ્રોઈંગ બનાવી લેવું.
- (DILR અને પ્રાઈડેટ) સર્વેયર ઘ્વારા અપાયેલ નકશો ચેક કરો અને જો કોઈ ભેદ હોય તો તરત જ રીપોર્ટ આપો. આર્કિટેક્ટ સાથે નકશો ચેક કરવો કે તે સ્થળ પર જે પરિસ્થિતિમાં પ્લોટ છે તે મુજબ જ હોવો જોઈએ.
- પ્લોટ એરીયા અને બાઉન્ડ્રી ફાઈનલ થઈ ગયા બાદ પ્લોટની પેરીફરી પર પ્રોજેકટ ઈન્ચાર્જ સાથે ચર્ચા કરી જરૂરી બેરીકેટીંગ કરવું.
- બાંધકામ માટે જરૂરી પાવર કનેકશનની માંગણી કરવી અને જો કોઈ પવાર કનેકશન સ્થળ પર હોય તો તેમાં કામના જરૂર મુજબ મીટરનો લોડ વધારવો.
- ઈલેકટ્રીક મીટર પેટીની જગ્યા ફાઈનલ કરવી અને તેની ઉપર જરૂરી શેડીગ કરવું.
- પ્લોટ એરીયાની પેરીફરી પર લાઈટ લગાડવાની સગવડતા કરવી.
- પ્રોજેકટના લે આઉટ પ્લાન મુજબ ગોડાઉન, સ્ટીલ યાર્ડ, બોરીંગ, લેબર કોલોની, લેબર ટોઈલેટ બાથરૂમ અને સાઈટ ઓફીસ ની જગ્યા ફાઈનલ કરવી. અને તેને બનાવવા માટેની વ્યવસ્થા કરવી.
- બોરનું પાણી બાંધકામમાં ઉપયોગમાં લેતા પહેલા તેનો લેબોરેટરી ટેસ્ટ કરાવવો અને તે સ્ટ્રકચર ડિઝાઈનર પાસે પાસ કરાવવો.
- પ્લાન પર બોરીંગનું સ્થળ અગાઉથી નકકી કરવું અને તેની ફરતે 1’6” x 1’6” ની ચેમ્બર પ્લીન્થ લેવલ સુધી બનાવવી.
- આર્કિટેકટ પાસે લે આઉટ મેળવી અને પ્લોટની સાઈઝ ચેક કરો.
- કામ શરૂ કરતા પહેલા જગ્યા અને કોલમની સ્થિતિનો અભ્યાસ કરી લો
Download Kari sakie evu option apo
ReplyDeleteWhenever You want this data you please visit this page... plz mark as bookmark so easily work u have.
Delete