સૂચના... બીમની ટોપી અને બોટમ ચેક કર્યા પછી જ સાઈડ મારવી. સાઈડ અને સ્લેબનું શટરીંગ ચેક કર્યા બાદ બીમનું સ્ટીલ બાંઘવું. બીમનું સ્ટીલ અને કોલમ રીડકશન ચેક કર્યા બાદ જ બીમ આરીયા કરવા. સ્લેબનું સ્ટીલ ચેક કર્યા બાદ જ સ્લેબનું લેવલ કરવું. સ્લેબ જયાંથી ભરવાનો હોય તે બાજુ થી ગાબડી કામ ચેક કરી લેવું. સ્ટીલ કામ કોલમ રીડકશન ચેક કરવું. કોલમ રીડકશન બીમ બોટમથી કરવું. બીમનું સ્ટીલ ચેક કરો. (ટોપ, બોટમ અને એકસ્ટ્રા બાર, સાઈડ ફેસબાર તથા રીંગ ચેક કરવી.) બીમની રીંગ (સળિયાનું ડાયામીટર, સ્પેસીગ, બાંધી તથા હુક ચેક કરવા.) બેન્ટઅપ સ્ટીલ ચેક કરવું તથા બેન્ટઅપનું માપ કોલમથી ચેક કરવું. ટોપ તથા બોટમના બાર રીંગ સાથે વાયરની આંટીથી બાંધવા. સ્લેબનું સ્ટીલ ચેક કરવું. બેન્ટઅપ, ચેર અને ટોર્શન સ્ટીલ ચેક કરવું. બીમની નીચે, બીમની સાઈડમાં, સ્લેબ નીચે અને કોલમના કવર ચેક કરો. (કોલમનું કવર અને બાંધી ખુબ જ જરૂરી છે.) બીમની પહોળાઈ મુજબ બોટમ સળિયાના નંગ એક લેયરમાં રાખવા. વધારે બોટમ સળિયા હોય તો પીન મુકી બીજા લેયરમાં રાખવા. બીમમાં ટોપ બારનું લેપપીંગ બીમ ની લંબાઈના ૧/ર ઝોનમાં માં ઓલટરનેટ બાર રાખીને કરેલું હોવું જોઈએ અને બોટમ બારનું બી...