ગ્રાઉન્ડ બીમ / પ્લીન્થ બીમ : Ground Beam / Plinth Beam
(કામ કરતી વખતે જો કોઈપણ કેમિકલનો ઉપયોગ કરવાનો થાય તો તે કેમિકલનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માટે કંપનીના ટેકનીકલ વ્યકિતને બોલાવી તેની પાસે જરૂરી ટેકનીકલ ટ્રેનીંગ લેવી અને તેની ગાઈડ લાઈન મુજબ કેમિકલ વાપરવું. કેમિકલની ટેકનીકલ ડેટા શીટ હંમેશા તમારી પાસે હાજર રાખવી અને દરેક કેમિકલનો ઉપયોગ માપીયા થી જ કરવો નહી કે અંદાજે ઉપયોગ કરવો. કામ પુર્ણ થયા બાદ કેમિકલનું એક્ચુયલ કવરેજ કાઢી લેવું અને તેને ટેકનીકલ ડેટા શીટ સાથે ટેલી કરી લેવું.)
- પહેલાનું કામ
- બીમનો બેઝ ચેક કરવો. (બેઝ બરાબર કોમ્પેક્ટ કરી ૧૧/ર'' પી.સી.સી. અથવા ગ્રેવાલ નાખી તૈયાર કરવો.)
- પી.સી.સી. નો બેઝ બીમની સાઈઝ કરતા ૩'' વધારે રાખવો જેથી બીમની સાઈડ બરાબર બેસી શકે અને શટરીંગ સપોર્ટ માટે ઠેસી મારી શકાય.
- બીમ માટે લોખંડ અને કોકીટની કવોન્ટીટી કાઢવી. (જો ડ્રોઈગમાં બીમની લંબાઈ ન હોય તો તે સાઈટ પર માપી લેવી.)
- બીમ બોટમનું લેવલ ચેક કરવું. જરૂરી સ્લોપ ચેક કરવો.
- બીમની સાઈડ ચેક કરવી. (લાઈન અને ઓળંબો)
- ગ્રાઉન્ડ બીમનું શટરીંગ કરતાં પહેલા ફુટીંગ માંથી નીકળતા ડોવેલની આજુબાજુ કોક્રીટ બરાબર રફ કરવું અને સફાઈ કર્યા બાદ જ શટરીંગ કરવું.
- બીમ ના જંકશન ની ખાલી જગ્યાઓ માં લાકડાની પટ્ટી મારી તેને સંપૂર્ણપણે પેક કરી દો જેથી જંકશન માંથી કોકીટની સ્લરી નીકળી ન જાય. (સાઈડમાં, સાઈડના તથા બીમ અને કોલમના જંકશનમાં)
- બીમની સાઈડના ટેકા લુઝ નથી તે ચેક કરવું.
- બીમની સાઈડ પર ભરાઈનું લેવલ ચેક કરવું અને ભરાઈના લેવલે દોરી બાંઘવી.
- કોલમ અને બીમના જંકશન પર બીમની સાઈડ કોલમના માપ કરતા ૧'' વઘારે રાખવી જેથી કરી કોલમનું સ્ટાર્ટર બરાબર બેસે અને હવામાં લટકે નહીં.
- કાસ્ટીંગ બાદ બીમ ની સાઈડ ખુલી ગયા બાદ બાઈડીંગ વાયરની બાંધીઓ ફરજિયાત કાપી નાખવી અને તે જગ્યાએ સિમેન્ટ, રેતી અને એસ.બી.આર. ના માલથી જરૂરી ટચીગ કરવુ
- સ્ટીલ ચેક કરવું
- સળિયાનો ડાયામીટર (જાડાઈ)
- રીંગની જાડાઈ તથા સ્પેસીંગ બીમ તથા કોલમ ચેક કરવી.
- કવર
- લેયરમાં સ્ટીલ હોય તો તેની પીન ચેક કરવી.
- બીમ માં કોઈ સ્લીવ આવે છે કે નહીં તે ચેક કરી લેવી.
- બીમ ઉપર [RAFT સ્લેબ જેવો હોય તે સ્લેબનું સ્ટીલ પકડવા માટે “U” બનાવી નાખવા. બીમની ભસાઈ તેની ઉડાઈ મુજબ પુરી કરવી.
Comments
Post a Comment
Please do not enter any spam in the comment box.