કોલમ / શીયર વોલ / પરદી - Column / Shear Wall / RCC Wall - Shuttering And Steel
(સુચના : કોઈ પણ શટરીંગ મટીરીયલ ખરાબ કવોલીટીનું (તુટેલી ઘાર, કાણાવાળું, વળેલુ) ચલાવવું નહીં. શટરીંગના સર્પોટના ટેકા નીચે બ્રીક / બ્લોકના ટુકડા ન હોવા જોઈએ.) (રામ કરતી વખતે જો કોઈપણ કેમિકલનો ઉપયોગ કરવાનો થાય તો તે કેમિકલનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માટે કંપનીના ટેકનીકલ વ્યક્તિને બોલાવી તેની પાસે જરૂરી ટેકનીકલ ટ્રેનીંગ લેવી અને તેની ગાઈડ લાઈન મુજબ કેમિકલ વાપરવું. કેમિકલની ટેકનીકલ ડેટા શીટ હંમેશા તમારી પાસે હાજર રાખવી અને દરેક કેમિકલનો ઉપયોગ માપીયા થી જ કરવો નહી કે અંદાજે ઉપયોગ કરવો. કામ પુર્ણ થયા બાદ કેમિકલનું એકચુયલ કવરેજ કાઢી લેવું અને તેને ટેકનીકલ ડેટા શીટ સાથે ટેલી કરી લેવું.)
શટરીંગ અને સ્ટીલની ચકાસણી :
- સ્ટાર્ટર :
- સ્ટાર્ટરની ઉચાઈ ઓછામાં ઓછી ૪'' હોવી જોઈએ. તે પણ લેવલમાં હોવી જોઈએ.
- સ્ટાર્ટરની જગ્યા તેની સેન્ટર લાઈન મુજબ ચકાસવી.
- સ્ટાર્ટર વાળા ભાગમાં રીંગનો કમ્પલીટ સેટ અને કોલમના સ્ટીલના કવર ચેક કરવા.
- સ્ટાર્ટર અને શટરીંગના જંકશન માંથી સ્લરી નીકળી ન જાય તેને માટે શટરીંગ લગાવતા પહેલા સ્ટાર્ટર પર ગ્રીસ લગાવી જરૂરી જાડાઈ ની ફોર્મ શીટ લગાવવી.
- આઉટર સાઈડના કોલમમાં સ્ટાર્ટરનું શટરીંગ ખુબ જ ઘ્યાનથી લેવલમાં અને જરૂરી પેકીંગ મુકીને જ કરવું કેમકે સ્ટાર્ટર બીમ ની સાઈડ અને સ્લેબ બન્ને પર સપોર્ટ થવાથી લેવલમાં તફાવત રહે છે જેના લીધે HONEY COMBING વધારે નીકળે છે.
- સ્ટીલનું કામ :
- કોલમના સ્ટીલના નંગ અને ડાયામીટર (જાડાઈ) સ્ટ્રકચર ડિઝાઈનરના ડ્રોઈંગ મુજબ ચેક કરવી.
- સળિયાના ડાયામીટર (જાડાઈ) સાથે તેની જગ્યા ચેક કરવી. મોટા ડાયામીટરના સળિયા કોલમની નાની ફેસ (મોઢીયા) ઉપર રાખો.
- બધા સળિયા સીધાઈમાં ઓળંબો અને સળિયા વચ્ચેની જગ્યા એક સરખી હોવી જોઈએ.
- કોલમની રીંગ તથા આંકડીની ડાયામીટર (જાડાઈ) , સાઈઝ, સ્પેસીંગ, બાંધી અને રીંગના હુક ચેક કરવા. આંકડી ઓલટરનેટ બાંધવી તથા રીંગ અને આંકડી ના છેડા ૪૫'' ડીગ્રીએ અંદરની બાજુએ હોવા જોઈએ.
- લેપની લંબાઈ ચકાસવી. (લેપ બીમમાં ના હોવા જોઈએ તથા ૫૦ % કરતા વધારે સળિયા એક જ જગ્યાએ લેપ કરી શકાય નહીં.) લેપીંગ સ્ટ્રકચર ડિઝાઈનરની ડ્રોઈંગ મુજબ કરવું. તથા કન્ફાઈન્ડમેન્ટ ઝોનમાં કોઈ લેપીંગ કરવું નહીં. લેપીંગ સળિયાને જોગલ મારીને જ કરવું.
- કોલમના સ્ટીલનું કવર બાંધવું તથા આ કવરનું માપ જળવાઈ રહે તેના મટે કોલમનાં ચાર ખૂણાના વર્ટીકલ સળિયાને તાર વડે કોલમના શટરીંગ સાથે મજબુત રીતે બાંધી દેવા. જેથી ભરાય દરમિયાન કવરમાં ફરક ન આવે.
- કોલમની ભરાઈના લેવલની ઉપર રીંગ તથા આંકડીનો આખો સેટ ડિઝાઈન મુજબ બાંધવો.
- કોલમ રીકડશન થતુ હોય ત્યા કોલમ રીડકશન વખતે સીળયાનું બેન્ડીંગ કઈ રીતે કરવું તેની માટે સ્ટ્રકચરલ કન્સલટનટના સ્ટાન્ડર્ડ ડ્રોઈંગ ચેક કરવા. કોલમ રીડકશન થયુ હોય તે ફલોર પર કોલમના સ્ટાટર પાસે કોલમનું જરૂરી કવર મળવું જોઈએ.
- શટરીંગનું કામ :
- શટરીંગ શરૂ કરતા પહેલા કોલમના CAGE માંથી વધારાનો બાઈન્ડીગ વાયર અને સ્ટાર્ટર ઉપર પડેલા કચરાની સફાઈ કરવી. વધારે લંબાઈના બાઈન્ડીંગ વાયર કાપી નાખવા.
- કોલમનું શટરીંગ કરતા પહેલા શટરીંગ ઉપર ચોટેલા કોકીટનો માલ અથવા સિમેન્ટ ખુરપીથી સફાઈ કરી શટરીંગ કરવું
- કોલમનું સપોર્ટીગ કર્યા બાદ જ કોલમનો પ્લમ્બ (ઓળંબો) અને સાઈઝ તથા કાટખૂણા ચેક કરવા.
- કોલમનું લોખંડને યોગ્ય કવર રાખી બાઈન્ડીંગ વાયરથી બાંધી મારવી જેથી ભરાઈ વખતે સ્ટીલ હલી શકે નહીં.
- વધારે લાંબી સાઈડમાં ઓછામાં ઓછા ૪ લોખંડની ચાવી રાખવી. જો કોલમ વધુ લાંબા હોય તો પ કે તેથી વધારે લોખંડની ચાવીનો ઉપયોગ સર્પોટ માટે કરવો.
- આઉટરના કોલમ માં તાણીયા મારી સપોર્ટ કરવું.
- ઉપર નીચે બન્ને ભાગે જેક સપોર્ટ મારવા.
- ભસાઈ પહેલા અને ભરાઈ પછી ઓળંબા ચેક કરવા.
- એલ્યુમીનીયમ શટરીંગ :
- કોલમમાં એલ્યુમીનીયમ ના સામ સામેની સાઈડના ફર્મા એક સરખી સાઈઝના રાખવા.
- પીન પંચર અલ્ટરનેટ રાખવા..
- આઉટરના કોલમ માં તાણીયા મારી સપોર્ટ કરવું.
- બે ફુટ કરતા વધુ પહોળાઈ વાળા ભાગમાં કોલમમાં ફરજિયાત ટાઈ પટ્ટી લગાવવી.
- બે ફુટ કરતાં મોટા કોલમ હોય તો ટોપ, બોટમ અને સેન્ટમાં સોલ્ડર ફરજિયાત મારવું જેથી મોટા ફાળકા બેન્ડ થાય નહીં.
- ટાઈ પટ્ટી ગ્રીસ વાળી અને પ્લાસ્ટીક ચડાવેલી હોવી જોઈએ.
- ઉપર-નીચે બન્ને ભાગે જેક સપોર્ટ મારવા.
- ભસાઈ પહેલા અને ભરાઈ પછી ઓળંબા ચેક કરવા.
Comments
Post a Comment
Please do not enter any spam in the comment box.