ફાઉન્ડેશન પીસીસી - Foundation Below PCC
(કામ કરતી વખતે જો કોઈપણ કેમિકલનો ઉપયોગ કરવાનો થાય તો તે કેમિકલનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માટે કંપનીના ટેકનીકલ વ્યકિતને બોલાવી તેની પાસે જરૂરી ટેકનીકલ ટ્રેનીંગ લેવી અને તેની ગાઈડ લાઈન મુજબ કેમિકલ વાપરવું. કેમિકલની ટેકનીકલ ડેટા શીટ હંમેશા તમારી પાસે હાજર રાખવી અને દરેક કેમિકલનો ઉપયોગ માપીયા થી જ કરવો નહી કે અંદાજે ઉપયોગ કરવો. કામ પુર્ણ થયા બાદ કેમિકલનું એક્ચુયલ કવરેજ કાઢી લેવું અને તેને ટેકનીકલ ડેટા શીટ સાથે ટેલી કરી લેવું.)
- કામ શરૂ કરતા પહેલા :
- પી.સી.સી. કામ શરૂ કરતા પહેલા જમીનનું લેવલ જુવો અને વધારાની (લુઝ) માટી બહાર કાઢો.
- જરૂર જણાય તો વાઈબ્રેટર મારી માટીનું કોમ્પેકશન કરવું.
- જરૂર જણાય તો રબલ સોલીંગ કરી, તેને વાઈબ્રેટર મારી જરૂરી કોમ્પેકશન કરવું.
- કામ કરતી વખતે :
- ખોદાણ બાદ પી.સી.સી. નું લેવલીંગ વખતે જો કોઈ ગ્રાવલ, પણો અથવા કીચડ નું લેયર જણાય તો સ્ટ્રકચર ડીઝાઈનર અને સોલ ટેસ્ટીંગ એજન્સીને જાણ કરી તેનું જરૂરી સોલ્યુશન લઈ આગળ કામ કરવું.
- ચારેય બાજુ લાકડાની પટ્ટી અથવા સાઈડ રાખો અને તેમને પૂર્ણ રીતે સપોર્ટ આપો. ઈટો મુકશો નહીં. સેન્ટર લાઈન ફાઈનલ કર્યા બાદ ફુટીંગના માપ મુજબ જ પી.સી.સી. કરવું.
- પ્રથમ જરૂરી જાડાઈ મુજબ ટી.પી. મારો અને જમીન પર પાણી છાંટો અને કોકીંટ કાર્ય શરૂ કરો. લાકડાની ચાવી થી કોકીટને કોમ્પેકટ કરી ફીનીશીંગ કરો.
- પી.સી.સી. નું ફીનીશીગ સારુ આવે તે માટે માલના પ્રમાણમાં (રેસીયો) વધારો કે ઘટાડો કરવો.
- ફૂુટીંગની સાઈઝ મુજબ, સાઈટની જરૂરીયાત મુજબ અને શટરીંગ ના સપોટીગ મુજબ પી.સી.સી. કરવું.
- કામ પુરુ થયા બાદ :
- કામ પૂર્ણ થઈ ગયા પછી ઉપરની સપાટી વાયરના પંજાથી રફ કરવી અને ૭ દિવસ સુધી પાણી છાંટવું (કયોરીંગ કરવું) . વધારે ગરમી હોય તો કંટાન ભીનું કરી પી.સી.સી. પર મુકી દેવું.
Comments
Post a Comment
Please do not enter any spam in the comment box.