કોલમ / શીયર વોલ / પરદી - Column / Shear Wall / RCC Wall - Concreting

(સુચનાઃ કોકીટીંગ કામ કરવાની ટેકનીકલ ટ્રેનીંગ ખરીદી વિભાગને કહી નકકી કરેલ કંપની પાસે લેવી.)


  • કામશરૂ કરતા પહેલા:

  1. કોકીંટનો ગ્રેડ અને મિક્ષ ડિઝાઈન મટીરીયલ પ્રમાણે ચેક કરવું.
  2. જો સ્ટીલની ડિઝાઈન કંજસ્ટેડ જણાય કે જેમાં કોકીટ જવું અને તેનું કોમ્પેકટીંગ કરવું મુશ્કેલ જણાય તો તેની માટે સેલ્ફ કોમ્પેક્ટીંગ કોકીટ વાપરવું. ભવિષ્યમાં સ્ટીલની કંજસ્ટેડ ડીટેઈલના લીધે જંકશનમાં કોકીટ ખરાબ થયુ છે તેવો પ્રશ્ન આવવો જોઈએ નહીં.
  3. ઓટો લેવલ મશીન હાજર હોવું જોઈએ અને તેનું ચાર્જિંગ ખાસ ચેક કરી લેવું.
  4. વાઈબ્રેટર, તેની નીડલ (૪૦ એમ.એમ.) અને એક વાઈબ્રેટર નીડલ સ્ટેન્ડ બાય માં રાખવી.
  5. પાણી, લાઈટની સુવિધા અને જનરેટરનું ડીઝલ એક દિવસ અગાઉ ચેક કરી લેવું.
  6. સ્લમપ ચેક કરવા સ્લમપ કોન ઓઈલ લગાવી તૈયાર રાખવો.
  7. કોલમ તથા પરદીમાં કોકીટ નાખવા માટેનો પાઈપ ચેક કરવો. પી.વી.સી. પાઈપ થી ખાંચવાનું હોય તો દરેક પાઈપ પર ઉપર નીચે એન્ડ કેપ તૈયાર રાખવા.

  • કોક્રીટીગ વખતે:

  1. કન્સ્ટ્રકશન જોઈન્ટ પાણીથી સાફ કરી સિમેન્ટ તથા કેમિકલનો ડુગો નાખવો, ડુગો કોકીટીંગ કરતાં ૧૦ મિનિટ પહેલા જ નાખવો એડવાન્સમાં ડુગો નાખવો નહીં.
  2. શીયર વોલ, પરદી અને કોલમમાં કોકીટીંગ વખતે તેના શટરીંગ ઉપર નીચે થી અડધા ભાગમાં રબર / લાકડા ની હથોડી થી થોકવું અથવા વાઈબ્રેટર નીડલ શટરીંગ હલી ન જાય તે રીતે તેની પર અડાડવી. આવુ કરવાથી નીચે થી અડધા ભાગમાં HONEY COMBING નો પ્રોબેલ્મ નહી આવે.
  3. એક ભરાઈમાં કોકીટ ટેસ્ટીંગ માટે (ઓછામાં ઓછા અને વધુમાં વધુ ૯ ક્યુબ ભરવા) કોકીટીંગ વખતે જરૂરી સમયાંતરે કયુબ ભરવા તથા પહેલી અને છેલ્લી ઘાણી માંથી ફરજિયાત કયુબ ભરવા. (ક્યુબ ત્રણ સ્ટેજમાં બરાબર ખાંચીને ભરવા।) (પાણીની માત્રા ખાસ જોવી.)
  4. કોક્રીટની ગુણવત્તા ઉપર દેખરેખ રાખવી.
  5. કોલમ / પરદી ના ભરાઈનું લેવલ નકકી કરવા માટે તેની ઉપર સપોર્ટ થતાં સૌથી વધુ ડેપ્ટથ વાળા બીમ ની સાઈઝ કરતા ફકત એક ઈચ જ ઓછું ભરવું. ભરાય ના લેવલમાં વધુ થઈ જાય કે ઓછું રહી જાય તો ધણી તકલીફ આવતી હોય છે તેથી આ ખાસ ઘ્યાન રાખવું.
  6. વપરાયેલ સિમેન્ટની થેલીના નંગ ગણી લેવા.
  7. સ્ટાર્ટર, કોલમ, પરદી અને બીમ કોલમના જંકશનમાં કોકીટીંગ બાદ CONSTRUCTION JOINT NI KEY માટે કપચી મુકવી.
  8. ભરાઈ વખતે ટેકાનું ઘ્યાન રાખવું તથા માલ બીમ / કોલમની સાઈડ પરથી તરત જ સાફ કરી લેવો.
  9. ૭ ફુટ સુધીની ઉચાઈ વાળી પરદી બે લેયરમાં ભરવી અને ૭ ફુટ કરતા વધારે ઉચાઈ વાળી પરદી ત્રણ લેયરમાં ભરવી.
  10. લીફટની પરદીમાં કોકીટીંગ વખતે નીચે માલ પડે નહી તેને માટે ઘ્યાનથી કામ કરવું અને નીચે જરૂરી સિમેન્ટની ખાલી ગુણો પાથરવી.
  11. વધારે ગરમી હોય તો કોકીટ સેટ થયાના તરત જ (કોકીટના ૪ થી પ કલાક બાદ) પાણીનો હલકા છંટકાવથી ક્યોરીંગ કરવું.
  12. આર.સી.સી. પરદી (પેરાપેટ, દાદર ની રેલીંગ વિગેરે) ની ભરાઈ દોરી પ્રમાણે જ લેવલ મુજબ જ કરવી. ટોપ સરફેસ પ્લાસ્ટર માટે રફ રાખવી. ભરાઈ લેવલમાં વધારે ફરક હોવાથી પ્લાસ્ટર વધુ ચડે છે જે હંમેશા ફાટી જાય અથવા બોદું બોલે (ખાસ ટેરેસ પર કોપીંગમાં, આર.સી.સી. પરદી જયાં ટોપ ખુલ્લી હોય ત્યાં આ પ્રોબ્લમ થાય છે.)
  13. બેચ વાઈઝ સ્લમ્પ ખાસ ચેક કરવું. કોલમ અને પરદીમાં ૧૩૦ નો સ્લમ્પ રાખવો.
  14. સ્લમ્પ કોકીટના ભરાયના સ્થળ પર જ ચેક કરવો.
  15. W/C રેશીયો જરા પણ બદલવો નહીં. વર્કેબીલીટી / સ્લમ્પ મેળવવા એડમીક્ષરનો ડોઝ બદલવો.
  16. જો રેડી મિક્સ કોકીંટ આવતું હોય તો અમુક ભરેલી અને ખાલી ગાડી માંથી કોકીટનું નેટ વજન કાઢી સ્પલાયરની મિકસ ડીઝાઈન સાથે તેનું વજન ટેલી કરવું. જો ફરક દેખાય તો કામ અટકાવી જરૂરી પગલા ભરવા.

  • ડી શટરીંગનું કામ :

  1. ડી શટરીંગ થયા બાદ કોલમ ફરીથી ચેક (પ્લમ્બ આઉટ થયો હોય, મોડયુ ફરી ગયુ હોય, કોઈ જગ્યાએ થી ફુલી ગયો હોય, ટોપ માંથી ટવીસ્ટ થઈ ગયો હોય અથવા કવરનો પ્રોબલમ હોય) કરવું, જો તેમાં કોઈ ફરક દેખાય તો તેમાં યોગ્ય સુધારા કરવા અથવા આખો તોડી ફરીથી કાસ્ટીંગ કરવું અને આવા પ્રશ્ન ફરીથી ન આવે તેનું જરૂરી ઘ્યાન રાખવું.
  2. કોકરીટની સપાટી પર પ્લાસટર આવતું હોય તેના પર ડી શટરીંગ પછી તરત જ ટાંચા મારી દેવા.
  3. HONEY COMBING દેખાય તો તેને ખોતરીને ચેક કરવું, ૧/ર'' જેટલી ઉડાઈમાં તકલીફ હોય તો સૌ પ્રથમ લુઝ માલ કાઢવો ત્યારબાદ રેતી, સિમેન્ટ અને એસ.બી.આર. નો માલ બનાવી ટચીંગ કરવું અને જો કવરની ઉડાઈ સુધીની તકલીફ જણાય તો પ્રેશર ગ્રાઉટથી તેમાં માઈકો કોકીટ ભરવું.
  4. જો એક થી વધારે જગ્યાએ HONEY COMBING હોય તો સ્ટ્રકચર ડિઝાઈનરને તેનો ફોટો મોકલવો અને તેની સુચના મુજબ તેને ટચીંગ અને રીપેરીંગ કરવું અથવા જરૂર જણાય તો આખુ કોલમ તોડી તેને રીકાસ્ટ કરવો. ફરીથી આવુ થાય નહી તેની માટે જરૂરી પગલા લેવા.
  5. ડી શટરીંગ થયા બાદ કોકીટના કલરમાં ફરક દેખાય, ધબ્બા દેખાય, પતળી પોપડી દેખાય અને નાના પીન હોલ્સ દેખાય તો ડી શટરીંગ ઓઈલ ચેક કરવું અને જો ઓઈલ ખરાબ હોય તો તરત જ ઓઈલ બદલી નાખવું જેથી આગળ આવા પ્રશ્નો આવે નહીં.
  6. ડી શટરીંગ થયા બાદ કોકીટના કલરમાં ફરક દેખાય, ધબ્બા દેખાય, પતળી પોપડી દેખાય તો ક કીટમાં વપરાતી ફલાયએશ ને કારણે પણ આવુ બની શકે છે. જેથી જો રેડી મિક્સ કોકીટ આવતું હોય તો તેના કવોલીટી વિભાગને જાણ કરવી અને તેનું જરૂરી સોલયુશન લેવું અને જો કોકીટ સાઈટ પર બનતું હોય તો જે સ્પલાયર પાસેથી ફલાયએશ આવતી હોય તેને બોલાવી સ્ટ્રકચર ડિઝાઈનરને સાથે રાખી તેનું જરૂરી સોલ્યુશન લેવું.
  7. ટાઈ રોડ અને ટાઈ પટ્ટીના હોલ્સ માંથી પી.વી.સી. મટીરીયલ કાઢી નકકી કરેલ ગ્રાઉટથી ગ્રાઉટીંગ કરવું.

Comments

Popular posts from this blog

Happy Holi 2021: Top Wishes, Messages, Quotes and Images to share with your loved ones

Movies..!

M Sand Vs River Sand

Standard Consistency Test - Test on Cement

Honeycomb in concrete – Evade and Rectification