સ્લેબ / બીમ શટરીંગ - Slab Beam Shuttering

(સુચના : કોઈ પણ શટરીંગ મટીરીયલ ખરાબ કવોલીટીનું (તુટેલી ઘાર, કાણાવાળું, વળેલુ) ચલાવવું નહીં. શટરીંગના સર્પોટના ટેકા નીચે બ્રીક / બ્લોકના ટુકડા ન હોવા જોઈએ.)

(કામ કરતી વખતે જો કોઈપણ કેમિકલનો ઉપયોગ કરવાનો થાય તો તે કેમિકલનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માટે કંપનીના ટેકનીકલ વ્યકિતને બોલાવી તેની પાસે જરૂરી ટેકનીકલ ટ્રેનીંગ લેવી અને તેની ગાઈડ લાઈન મુજબ કેમિકલ વાપરવું. કેમિકલની ટેકનીકલ ડેટા શીટ હંમેશા તમારી પાસે હાજર રાખવી અને દરેક કેમિકલનો ઉપયોગ માપીયા થી જ કરવો નહી કે અંદાજે ઉપયોગ કરવો. કામ પુર્ણ થયા બાદ કેમિકલનું એકચુયલ કવરેજ કાઢી લેવું અને તેને ટેકનીકલ ડેટા શીટ સાથે ટેલી કરી લેવું.)

  • શટરીંગઃ


  1. સ્લેબ / બીમ નું શટરીંગ કરતા પહેલા શટરીંગ ઉપર ચોટેલા કોકીટનો માલ અથવા સિમેન્ટ ખુરપીથી સફાઈ કરી શટરીંગ કરવું. આ સફાઈ શટરીંગ કરેલા સ્લેબ પર કરવી નહીં. સ્લેબ ના ગાળા ઢંકાઈ ગયા બાદ તેની ઉપર કોઈપણ જાતનું લાકડાનું કટીંગ કરવું નહીં. કેમકે લાકડાનો છોલ / વહેર અને અન્ય સિમેન્ટનો કચરો કોલમ અને બીમના જોઈન્ટ પર જામી જતો હોવાથી તે જોઈન્ટ ખુબ જ વીક બનાવી દે છે તેથી આનું ખાસ ઘ્યાન રાખવું.
  2. એલીવેશન તથા સેકશન ડ્રોઈંગ માંથી સ્લેબ હાઈટ મેળવવી. બીમની સાઈઝ મુજબ ટોપીની પહોળાઈ, લેવલ અને પોઝીશન (કોલમની ફેશ) ચેક કરવા. ટોપી લેવલમાં અને ઓળંબે હોવી જરૂરી છે.
  3. કોલમની ચારેય બાજુ ફોર્મશીટ લગાવી પછી જ ટોપીનું કામ શરૂ કરવું.
  4. બીમ બોટમની પહોળાઈ, લાઈન અને લેવલ ચેક કરવા. બોટમની લંબાઈ તથા કાટખૂણા ચેક કરવા. બોટમ હંમેશા સીધુ હોવું જોઈએ. વળેલા બોટમ લગાવવા નહીં.
  5. બીમની સાઈડના બે છેડે ઓળંબો ચેક કરી સાઈડ લાઈનદોરીમાં ચેક કરવી.
  6. કોલમ પાસે બીમની સાઈડ કોલમના માપ મુજબ ફીક્સ રાખવી, સાઈડ અંદરની બાજુ દબાવવી નહી. બીમની ઉડાઈ ચેક કરવી.
  7. સ્લેબનું લેવલ અને દરેક રૂમનું માપ અને કાટખૂણા ચેક કરવા, સ્લેબની પ્લેટ / પ્લાય વળેલી ન હોવી જોઈએ. સંકનું લોકેશન તથા તેની ઉડાઈ ચેક કરવી. જે સ્લેબ તથા બીમના સ્પાન મોટા હોય અથવા કેન્ટીલીવર હોય ત્યાં સ્ટ્રકચર ડિઝાઈનરની પરમીશન લઈને SIMPLY SUPPORTED SLAB/BEAM ને સેન્ટર માંથી અને કેન્ટીલીવર બીમ / સ્લેબને પ્રી એન્ડ પરથી ૧૫ એમ.એમ. થી લઈ ૩૫ એમ.એમ. સુધી ટાઈટ રાખવું.
  8. સ્લેબ તથા બીમના સપોર્ટ ચેક કરવા. બીમના શટરીંગમાં બીમના બોટમના ટેકાનું અંતર સ્ટ્રકચરલ કન્સલટન્ટ ની જરૂરીયાત મુજબ હોવુ જોઈએ. લોખંડના જેક ટેકા બેન્ડ હોવા જોઈએ નહીં.. પેકીંગ ફકત લાકડાના ટુકડાથી કરવાનું રહેશે. (ઈટ કે બ્લોક્સ વાપરવા નહીં.)
  9. જો બીમની પહોળાઈ ૩૦૦ એમ.એમ. કરતા વધારે હોય તો તે બીમની બોટમની ફેસ પર ૨ નંગ ટેકા લગાવવા. (આ સમજવા માટે નીચે દર્શાવેલ ડ્રોઈંગ જોવું.)
  10. ૩૦'' કરતા વધારે વધારે ડેપ્થના બીમ હોય તો બીમના ડેપ્થના સેન્ટરમાં ટાઈ રોડ લગાવવો જેથી કરી બીમ ફુલી ન જાય.
  11. ૮ ફુટથી લાંબા બીમમાં બોટમનો જોઈન્ટ અને બીમની સાઈડનો જોઈનટ ઓલટરનેટ હોવો જોઈએ. બંન્ને જોઈન્ટ સાથે હોય તો તે પાર્ટ વીક થઈ જશે.
  12. જો સ્લેબની ઉચાઈ ૧૦ ફુટ થી વધારે હોય અથવા તેનો એરીયા વઘારે હોય તો ટેકાને ૧% એમ.એમ. ના ડાટામીટરના સળિયાથી બ્રેસીંગ કરવું.
  13. દરેક ગાબડીનું કામ ચેક કરવું. ગાબડી માટે પી.વી.સી. પાઈપ અને સિમેન્ટ થેલીનો ઉપયોગ ન કરવો. બીમ અને કોલમનું જંકશન સ્ટ્રક્ચરની દ્રષ્ટિએ ખુબ જ અગત્યનું છે. તેથી તેનું ગાબડીનું કામ ખુબ જ કાળજી રાખીને કરાવવું. ગાબડીમાં લાકડા કે બામ્બુની ફાચર ચલાવવી નહીં.
  14. દરેક પ્રોજેકસનના માપ ચેક કરવા. (એલીવેશન ડ્રોઈંગ મુજબના ફેરફાર ખાસ ચેક કરવા.
  15. આઉટર બીમની સાઈડની લાઈન અને ઓળંબો ચેક કરવા.
  16. એ.સી., ચીમની તથા પ્લમબીંગની સ્લીવઝની જગ્યા તથા માપ ચેક કરવા. સ્લીવ બહારની સાઈડ આવતી હોય તો સ્લીવ બહારની તરફ ૧૫ એમ.એમ. ત્રાસી કરીને મુકવી. આવુ કરવાથી વરસાદી પાણી સ્લીવ પકડી અંદર નહી આવે.
  17. પ્લેટ તથા પ્લાયના દરેક જોઈન્ટ પર ટેપ મારી સીલ કરવા. ટેપ ઓઈલ મારતા પહેલા મારવી. ટેપની જગ્યા પર પી.ઓ.પી. પણ ભરી શકાય.
  18. બીમની સાઈડના ઓળંબા સ્ટાર્ટર પ્રમાણે ચેક કરી આઉટર સાઈડની લાઈન દોરીથી કાટખૂણો કરી પછી જ સ્લેબ બોટમની સાઈડ લગાવવી.
  19. આઉટર બીમ તથા છજજા ભાગી ન જાય તે માટે રોપ અને ટંગ બકકલ નો તાણીયો બનાવી તેને બીમ બોટમથી સ્લેબમાં મારેલી ચાવી થી લાફા પટ્ટીથી બાંધી મારવી. (આ સમજવા માટે નીચે દર્શાવેલ ડ્રોઈગ જોવું.)
  20. આઉટરના બીમ કે જેની લંબાઈ વધુ હોય તેને ૧૦ એમ.એમ. અંદર ખેચીને રાખવુ જેથી બહાર નીકળી ન જાય.
  21. આઉટરના છજજા ના લેવલ તથા માપ ચેક કરી લેવા.
  22. બ્રેકટના શટરીંગનું સપોર્ટીંગ ચેક કરવું. બ્રેકેટ ત્રાંસા થઈ જવાના ઈસ્યુ આવે છે.
  23. સ્ટેરકેસ કોલમના પેસેજ ના સ્લેબ સાથે થતી આઉટર ગાબડીમાં સાઈડ નીચેના ૦65180 કોલમ સાથે ઓવરલેપ થાય તે મુજબ મારવી.
  24. કોલમનું રીડકશન થતું હોવાથી બીમ બોટમ માં જોઈન્ટ આવતો હોય તો તે જોઈન્ટ બોટમની વચ્ચે ના ૭2/૫૫ પર રાખવો. (ટોપી પાસે રાખવો નહીં.)
  25. બીમ બોટમમાં બીન જરૂરી જોઈન્ટ લેવા નહીં.
  26. ટોપી તથા બોટમ બન્ને ની ફેસ ફલસ હોવી જોઈએ. બોટમ કયારેય પણ બીમ અને કોલમ જંકશનની અંદર ન હોય તેનું ખાસ ઘ્યાન રાખવું.
  27. જેક સપોર્ટના ચોટલા (જેકની ઉપર નાનો ચાવીનો ટુકડો મારીએ તે) બીમની સાઈઝ કરતા ૧/ર'" નાના હોવા જોઈએ.
  28. બીમની સાઈડને પકડવા માટે લાગતા સીકંજા આખા સ્લેબના સેટ મુજબ હોવા જોઈએ. ચાલુ કોકીટીંગએ તે સીકંજા ખોલવા દેવા નહીં.

Comments

Popular posts from this blog

Happy Holi 2021: Top Wishes, Messages, Quotes and Images to share with your loved ones

Movies..!

M Sand Vs River Sand

Standard Consistency Test - Test on Cement

Honeycomb in concrete – Evade and Rectification