ફાઉન્ડેશન : કોક્રીટીંગ - Foundation Concreting Work
(કામ કરતી વખતે જો કોઈપણ કેમિકલનો ઉપયોગ કરવાનો થાય તો તે કેમિકલનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માટે કંપનીના ટેકનીકલ વ્યકિતને બોલાવી તેની પાસે જરૂરી ટેકનીકલ ટ્રેનીંગ લેવી અને તેની ગાઈડ લાઈન મુજબ કેમિકલ વાપરવું. કેમિકલની ટેકનીકલ ડેટા શીટ હંમેશા તમારી પાસે હાજર રાખવી અને દરેક કેમિકલનો ઉપયોગ માપીયા થી જ કરવો નહી કે અંદાજે ઉપયોગ કરવો. કામ પુર્ણ થયા બાદ કેમિકલનું એક્ચુયલ કવરેજ કાઢી લેવું અને તેને ટેકનીકલ ડેટા શીટ સાથે ટેલી કરી લેવું.)
(કોકીટીંગ કામ કરવાની ટેકનીકલ ટ્રેનીંગ ખરીદી વિભાગને કહી નકકી કરેલ કંપની પાસે લેવી.)
(કોકીટીંગ કામ કરવાની ટેકનીકલ ટ્રેનીંગ ખરીદી વિભાગને કહી નકકી કરેલ કંપની પાસે લેવી.)
- કોક્રીટીંગ કરતા પહેલા :
- કોકીટીંગ કરતા પહેલા પી.સી.સી. ઉપર કોઈપણ લુઝ મટીરીયલ હોય તેની સફાઈ કરવી.
- કોકીટનો ગ્રેડ અને મિક્ષ ડિઝાઈન મટીરીયલ પ્રમાણે ચેક કરવું. ફુટીંગના કાસ્ટીંગમાં રપ એમ.એમ. કપચી ફરજિયાત વાપરવી.
- જો સ્ટીલની ડિઝાઈન કંજસ્ટેડ જણાય કે જેમાં કોકીટ જવું અને તેનું કોમ્પેક્ટીંગ કરવું મુશ્કેલ જણાય તો તેની માટે સેલ્ફ કોમ્પેક્ટીંગ કોકીટ વાપરવું. ભવિષ્યમાં સ્ટીલની કંજસ્ટેડ ડીટેઈલના લીધે જંકશનમાં કોક્રીટ ખરાબ થયુ છે તેવો પ્રશ્ન આવવો જોઈએ નહીં.
- ઓટો લેવલ મશીન હાજર હોવું જોઈએ અને તેનું ચાર્જિંગ ખાસ ચેક કરી લેવું.
- વાઈબ્રેટર, તેની નીડલ (ફુટીંગ માટે £૦ એમ. એમ.) અને એક વાઈબ્રેટર નીડલ સ્ટેન્ડ બાય માં રાખવી.
- પાણી, લાઈટની સુવિધા અને જનરેટરનું ડીઝલ એક દિવસ અગાઉ ચેક કરી લેવું.
- સ્લમપ ચેક કરવા સ્લમપ કોન ઓઈલ લગાવી તૈયાર રાખવો.
- કોલમ તથા પરદીમાં કોકીટ નાખવા માટેનો પાઈપ ચેક કરવો.
- કૌકીટીંગ કરતી વખતે :
- કન્સ્ટ્રકશન જોઈન્ટ પાણીથી સાફ કરી સિમેન્ટ તથા કેમિકલનો ડુગો નાખવો, ડુગો કોક્રીટીંગ કરતાં ૧૦ મિનિટ પહેલા જ નાખવો એડવાન્સમાં ડુગો નાખવો નહીં.
- એકભરાઈમાં કોકીટ ટેસ્ટીંગ માટે (ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ ૯ કયુબ ભરવા) કોકરીટીંગ વખતે જરૂરી સમયાંતરે કયુબ ભરવા તથા પહેલી અને છેલ્લી ધાણી માંથી ફરજિયાત ક્યુબ ભરવા. (કયુબ ત્રણ સ્ટેજમાં બરાબર ખાંચીને ભરવા।) (પાણીની માત્રા ખાસ જોવી.)
- કોકીટની ગુણવત્તા ઉપર દેખરેખ રાખવી.
- વપરાયેલ સિમેન્ટની થેલીના નંગ ગણી લેવા.
- સ્ટાર્ટર, કોલમ અને પરદી માં કોકીટીંગ બાદ CONSTRUCTION JOINT NI KEY માટે કપચી મુકવી.
- ફાઉન્ડેશનના કોકીટીગમાં જયાં કોકીટ લેયરમાં કરવાનું આવતું હોય ત્યાં બે લેયર વચ્ચે જરૂરી SHEAR KEY (SHEAR PIN અથવા છુટી છુટી કપચી) મુકવી.
- ભરાઈ વખતે ફુટીંગની સાઈડ ભાગી ન જાય તે માટે સપોર્ટીગ પર જરૂરી ઘ્યાન રાખવું.
- વધારે ગરમી હોય તો કોકીંટ સેટ થયાના તરત જ (કોકીટના ૪ થી પ કલાક બાદ) પાણીનો હલકા છંટકાવથી ક્યોરીંગ કરવું.
- જોશકોકીટલીલું (સેટ ન થયું) હોય ત્યારે દેખાઈ તો ત્યાં મસ્ટર / ગુટખા થી દબાવી ક્રેક સીલ કરવી.
- બેચ વાઈઝ સ્લમ્પ ખાસ ચેક કરવું. ફુટીંગમાં સ્લમ્પ ૮૦ થી ૧૦૦ નો રાખવો.
- સ્લમ્પ કોકીટના ભરાયના સ્થળ પર જ ચેક કરવો.
- W/C રેશીયો જરા પણ બદલવો નહીં. વર્કેબીલીટી / સ્લમ્પ મેળવવા એડમીક્ષરનો ડોઝ બદલવો.
- જો રેડી મિક્સ કોકીંટ આવતું હોય તો અમુક ભરેલી અને ખાલી ગાડી માંથી કોકીટનું નેટવજન કાઢી સ્પલાયરની મિકસ ડીઝાઈન સાથે તેનું વજન ટેલી કરવું. જો ફરક દેખાય તો કામ અટકાવી જરૂરી પગલા ભરવા.
- જયાં રાફટ અથવા માસ કોકીટીંગ આવતું હોય ત્યાં કોક્રીટનું ટેમ્પરેચર થર્મોમીટરથી માપવુ. તે ટેમ્પરેચર ૩૪ ડીગ્રી સે. થી વઘારે હોવું જોઈએ નહીં. જો રેડી મિક્સ કોકીટ હોય તો ટેમ્પરેચર ચેક કરીને જ ગાડી માંથી કોકીટ ખાલી કરાવવું અને જો કોકીટ સાઈટ પર બનતું હોય તો બરફની પ્લેટ હાજર રાખવી જેથી તમે કોક્રીટનું ટેમ્પરેચર મેઈનટેઈન કરી શકો.
- કૌકીટીંગ થય ગયા બાદ :
- કોકીટીંગ બાદ ફુટીંગના ટોપ સરફેસમાં કેક હોય તેને જરૂરી ગ્રાઉટથી ભરવું.
- ફેટીંગની ચારેય બાજુ અને ટોપ પર તમામ ખીલા અને બાઈડીંગ વાયરની બાંધી કાઢી નાખવી અને ત્યારબાદ તે જગ્યા પર જરૂરી સિમેન્ટ, રેતી અને એસ.બી.આર. ના માલથી ટચીંગ કરવું.
- ફુટીંગની ચારેય બાજુ જયાં HONEYCOMBING દેખાય ત્યાં જરૂરી સિમેન્ટ, રેતી, એસ.બી.આર. ના માલ થી ટચીંગ કરવું.
- ફૂટીંગ અને કોલમ જંકશનમાં વોટર પ્રુફીંગ આવે છે કે નથી તે પ્રોજેકટ ઈન્ચાર્જ પાસેથી જાણી લેવું.
- ડી શટરીંગ થયા બાદ ફુટીંગની કોઈ સાઈડ ફુલી ગઈ કે ઓળંબે આઉટ થઈ ગઈ હોય તો તેવું બીજી વાર ન બને તે માટે સપોર્ટીગમાં કોઈ કચાસ રહી ગઈ હતી અથવા બીજા કોઈ અન્ય કારણો હતા તે જાણી લેવું અને તે મુજબ આગળના કામમાં જરૂરી સુધારા કરવાં.
Comments
Post a Comment
Please do not enter any spam in the comment box.