ફાઉન્ડેશન : લોખંડ અને શટરીંગ - Foundation Steel And Shuttering Work
(કામ કરતી વખતે જો કોઈપણ કેમિકલનો ઉપયોગ કરવાનો થાય તો તે કેમિકલનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માટે કંપનીના ટેકનીકલ વ્યકિતને બોલાવી તેની પાસે જરૂરી ટેકનીકલ ટ્રેનીંગ લેવી અને તેની ગાઈડ લાઈન મુજબ કેમિકલ વાપરવું. કેમિકલની ટેકનીકલ ડેટા શીટ હંમેશા તમારી પાસે હાજર રાખવી અને દરેક કેમિકલનો ઉપયોગ માપીયા થી જ કરવો નહી કે અંદાજે ઉપયોગ કરવો. કામ પુર્ણ થયા બાદ કેમિકલનું એક્ચુયલ કવરેજ કાઢી લેવું અને તેને ટેકનીકલ ડેટા શીટ સાથે ટેલી કરી લેવું.)
- કામ શરૂ કરતા પહેલા :
- પી.સી.સી. ઉપર ફુટીંગની પેટી અને સેન્ટર લાઈન માર્ક કરો. સેન્ટર લાઈન બનાવ્યા પછી ફરીથી ચેક કરવી.
- કામ કરતી વખતે :
- બેઝમેન્ટ આવતું હોય તે પ્રોજેકટમાં ગ્રાઉન્ડ બીમનું ડ્રોઈંગ સ્ટડી કરવું અને જો તેમાં ફુટીંગ માથી ગ્રાઉન્ડ બીમ કાઢવાના હોય તો તે કાઢી તેની પર જરૂરી સ્ટીરપ બાંધવી અને તેને બરાબર સપોર્ટ કરવો.
- ફુટીંગ ની પેટીના માપ તથા કાટખૂણા ચેક કરવા. ફુટીંગનું સ્ટીલ અને કોલમ કાયમ કર્યા બાદ સેન્ટર લાઈનની દોરીથી ઓળંબો કરી ફરી વખત ફુટીંગની પોઝીશન ચેક કરવી.
- ફુટીંગની જાળીનું સ્ટીલ તથ કવર ચેક કરવા. (સાઈડ કવર ખાસ ચેક કરવા.)
- કોલમના સળિયા ચેક કરવા. (સળિયા નંગ, સળિયાનો ડાયામીટર (જાડાઈ), સળિયાના પાયા ૯૦ ડીગ્રી વળેલા હોવા જોઈએ તથા તેની લંબાઈ ૧'૬'' હોવી જોઈએ) . રીંગનું સ્પેસીંગ, ડાયામીટર, બાંધી અને તેના હુક ડ્રોઈંગ મુજબ ચેક કરવા.
- કોલમના સળિયાનો ઓળંબો ચેક કરવો તથા ફુટીંગ ભરાઈનું માર્કિંગ ચેક કરવું.
- ફુટીંગની ભરાઈનો સળિયો ભરાઈના લેવલ કરતા ઉપર રાખવા. જેથી ભરાઈ બાદ પણ સળિયો જોઈ શકાય.
- જરૂરી જાડાઈ મુજબ ટી.પી. મારો અને જમીન પર પાણી છાંટો પછી કોંક્રિટ કાર્ય શરૂ કરો. લાકડાની ચાવીથી કોંક્રિટને કોમ્પેકટ કરી ફીનીશીંગ કરો.
- કોલમનું શટરીંગ થાય પછી સ્ટાર્ટર પાસે સિમેન્ટ, રેતી ના માલથી વાટો કરવો જેથી ફુટીંગ અને કોલમના જંકશનમાં HONEYCOMBING ના આવે.
- સાપોર્ટીંગ સ્ટીલ જેમ કે ચેર, યુ અને અન્ય સ્ટીલ ની કવોન્ટીટી કાઢવી.
Comments
Post a Comment
Please do not enter any spam in the comment box.