સ્લેબ / બીમ સ્ટીલ કામ - Slab / Beam Steel Binding

સૂચના...

  1. બીમની ટોપી અને બોટમ ચેક કર્યા પછી જ સાઈડ મારવી.
  2. સાઈડ અને સ્લેબનું શટરીંગ ચેક કર્યા બાદ બીમનું સ્ટીલ બાંઘવું.
  3. બીમનું સ્ટીલ અને કોલમ રીડકશન ચેક કર્યા બાદ જ બીમ આરીયા કરવા. સ્લેબનું સ્ટીલ ચેક કર્યા બાદ જ સ્લેબનું લેવલ કરવું.
  4. સ્લેબ જયાંથી ભરવાનો હોય તે બાજુ થી ગાબડી કામ ચેક કરી લેવું.

  • સ્ટીલ કામ


  1. કોલમ રીડકશન ચેક કરવું. કોલમ રીડકશન બીમ બોટમથી કરવું.
  2. બીમનું સ્ટીલ ચેક કરો. (ટોપ, બોટમ અને એકસ્ટ્રા બાર, સાઈડ ફેસબાર તથા રીંગ ચેક કરવી.) બીમની રીંગ (સળિયાનું ડાયામીટર, સ્પેસીગ, બાંધી તથા હુક ચેક કરવા.) બેન્ટઅપ સ્ટીલ ચેક કરવું તથા બેન્ટઅપનું માપ કોલમથી ચેક કરવું. ટોપ તથા બોટમના બાર રીંગ સાથે વાયરની આંટીથી બાંધવા.
  3. સ્લેબનું સ્ટીલ ચેક કરવું. બેન્ટઅપ, ચેર અને ટોર્શન સ્ટીલ ચેક કરવું.
  4. બીમની નીચે, બીમની સાઈડમાં, સ્લેબ નીચે અને કોલમના કવર ચેક કરો. (કોલમનું કવર અને બાંધી ખુબ જ જરૂરી છે.)
  5. બીમની પહોળાઈ મુજબ બોટમ સળિયાના નંગ એક લેયરમાં રાખવા. વધારે બોટમ સળિયા હોય તો પીન મુકી બીજા લેયરમાં રાખવા.
  6. બીમમાં ટોપ બારનું લેપપીંગ બીમ ની લંબાઈના ૧/ર ઝોનમાં માં ઓલટરનેટ બાર રાખીને કરેલું હોવું જોઈએ અને બોટમ બારનું બીમની લંબાઈના ૧/૪ ઝોન માં ઓલટરનેટ લેપપીંગ થયેલું હોવું જોઈએ.
  7. બીમમાં સ્ટીલનું લેપપીંગ સ્ટ્રકચર ડ્રોઈંગ અને ટાઈપ ઓફ સ્ટીલને ઘ્યાનમાં રાખીને કરવું
  8. સ્લીવની ફરતે જરૂરી સપોર્ટીંગ સ્ટીલ સ્ટ્રકચર ડીઝાઈનરના ડ્રોઈંગ મુજબ બાંઘવું.
  9. બ્રેકેટમાં મોઢીયાની સાઈડ પાસે ૫૦ એમ.એમ. કવર રાખી, તે મુજબ જ બીમનું સ્ટીલ કટ કરવું.
  10. પરદી, ટોપ છજજા અને બીમના જરૂરી ડોવેલ ડ્રોઈંગ મુજબ કાઢવા.
  11. ડોવેલ એકદમ લાઈન, લેવલમાં કાઢવા અને તેને બરાબર સપોર્ટ કરવા.
  12. પીટી બીમમાં લાઈવ એન્ડ ઉપર જરૂરી સપોર્ટીંગ સ્ટીલ ચેક કરી લેવું.
  13. કોલમ બંધ થતો હોય ત્યા સ્ટ્રકચર ડીઝાઈન ડીટેઈલ મુજબ સ્ટીલ બેન્ડ કરી વધારાનું કટ કરવું અને સ્લેબમાં કોઈ ટેકરો ના બને અને સ્ટીલ ઉપર ૨૦ એમ.એમ. જરૂરી કવર મળે તેનું ખાસ ઘ્યાન રાખવું.
  14. પરદીમાં ભરાય લેવલ થી ટોપ માં રપ એમ.એમ. મીનીમમ કવર મળે તે રીતે સ્ટીલ કટ કરવું. ભરાય બાદ કોઈ વધારાનું સ્ટીલ ટોપમાં દેખાવું જોઈએ નહીં.
  15. સપોર્ટીંગ સ્ટીલ જેમ કે ચેર, યુ અને અન્ય સ્ટીલ ની કવોન્ટીટી કાઢવી.

Comments

Popular posts from this blog

Happy Holi 2021: Top Wishes, Messages, Quotes and Images to share with your loved ones

Movies..!

M Sand Vs River Sand

Standard Consistency Test - Test on Cement

Honeycomb in concrete – Evade and Rectification