ખોદકામ - Excavation
- ફાઉન્ડેશનની ઉડાઈ અને પ્લીન્થનું લેવલ મેળવો અને પછી તેનું ખોદકામનો નિર્ણય લો જેથી કામ કરવામાં સરળતા રહે.
- ખોદકામ શરૂ કરતાં પહેલા ફાઉન્ડેશન એરીયાની નજીક અથવા બાજુમાં કોઈ સ્ટ્રકચર આવતું હોય અને તેને ખોદાણ વખતે ક્ષતિ પહોચે તેવું જણાતું હોય તો તેની સ્ટ્રકચર ડિઝાઈનરને ખોદાણ પહેલા જાણ કરવી.
- ફુટીંગની ફરતે પ ફુટ અથવા વધારાનું માર્જીન રાખી ખોદકામ કરવું. ખોદકામ શરૂ કરતા પહેલા સાઈટ પર માર્જીન ચેક કરવો.
- લીફટના ખાડાની ઉડાઈ નકકી કરો. (આ માટે આર્કિટેક્ટ અને લીફટ કંપની પાસેથી લીફટના ખાડાની ઉડાઈના માપ લેવા.)
- ખોદાણ પહેલા સોઈલ ટેસ્ટ રીર્પોટ સ્ટડી કરવો. તેમાં વોટર ટેબલ આપણા ખોદાણ લેવલથી ઉચુ હોય જેથી આપણા ખોદેલા ખાડામાં પાણી આવવાની શકયતા છે તો તે પાણીના નીકાલ માટે ખાડાની અંદર ટ્રેન્ચ કરવી પડશે જે માટે પહેલેથી જ ખોદાણનો એરીયા મોટો રાખવો.
- જો ખોદકામ વખતે પાણી આવતું હોય તો સ્ટ્રકચર ડિઝાઈનરને જાણ કરવી.
- ખોદાણ કરતી વખતે રેતીનું લેયર અથવા કીચડનું લેયર આવે તો તે સ્ટ્રકચર ડિઝાઈનરને જાણ કરવી અને તેનું જરૂરી સોલ્યુશન લીધા બાદ જ આગળ ખોદાણ કરવું.
- ખાડા માંથી લુઝ માટી બહાર કાઢો. ખાડાનું લેવલ કરો. દરેક ખાડાના તળીયાનું લેવલ એક સરખું હોવું જોઈએ. ગ્રાઉન્ડ લેવલ ઉપર ખાડા ફરતે કોઈ લુઝ માટી કે અન્ય મટીરીયલ રાખવું નહીં.
- જો ખોદકામ જરૂરી ઉડાઈ કરતા વધારે થાય તો પી.સી.સી. ની થીકનેશ વધારવી અને જો પી.સી.સી. 2 ઈચ કરતા વઘારે આવતું હોય તો રબર પાથરી તેની ઉપર પી.સી.સી. કરવું. કોઈપણ સંજોગોમાં લુઝ માટી નાખવી નહીં.
- ખોદકામ સ્ટેપ વાઈઝ કરાવવું જેથી માટી ઘસી ન પડે તથા ખોદાણ કામ કરીએ તે પહેલા સોઈલ ટેસ્ટ રીપોર્ટ સ્ટડી કરી તે રીપોર્ટ આપતી એજન્સી પાસે ખોદદણ કેટલા સ્ટેપમાં કરવું અને તેમાં કેટલો સ્લોપ રાખવો તે નકકી કરી લેવું.
- ખાડાની આજુ બાજુ બેરીકેટીંગ કોન્ટ્રાકટર પાસે કરાવવું.
- કોઈપણ મટીરીયલ અને ઈકવીપમેન્ટ ખાડાથી દુર રાખવું જેથી તેના વજન અને વાઈબ્રશનના લીધે માટી ધસી ન પડે.
Comments
Post a Comment
Please do not enter any spam in the comment box.