સ્લેબ / બીમ શટરીંગ - Slab Beam Shuttering
(સુચના : કોઈ પણ શટરીંગ મટીરીયલ ખરાબ કવોલીટીનું (તુટેલી ઘાર, કાણાવાળું, વળેલુ) ચલાવવું નહીં. શટરીંગના સર્પોટના ટેકા નીચે બ્રીક / બ્લોકના ટુકડા ન હોવા જોઈએ.) (કામ કરતી વખતે જો કોઈપણ કેમિકલનો ઉપયોગ કરવાનો થાય તો તે કેમિકલનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માટે કંપનીના ટેકનીકલ વ્યકિતને બોલાવી તેની પાસે જરૂરી ટેકનીકલ ટ્રેનીંગ લેવી અને તેની ગાઈડ લાઈન મુજબ કેમિકલ વાપરવું. કેમિકલની ટેકનીકલ ડેટા શીટ હંમેશા તમારી પાસે હાજર રાખવી અને દરેક કેમિકલનો ઉપયોગ માપીયા થી જ કરવો નહી કે અંદાજે ઉપયોગ કરવો. કામ પુર્ણ થયા બાદ કેમિકલનું એકચુયલ કવરેજ કાઢી લેવું અને તેને ટેકનીકલ ડેટા શીટ સાથે ટેલી કરી લેવું.) શટરીંગઃ સ્લેબ / બીમ નું શટરીંગ કરતા પહેલા શટરીંગ ઉપર ચોટેલા કોકીટનો માલ અથવા સિમેન્ટ ખુરપીથી સફાઈ કરી શટરીંગ કરવું. આ સફાઈ શટરીંગ કરેલા સ્લેબ પર કરવી નહીં. સ્લેબ ના ગાળા ઢંકાઈ ગયા બાદ તેની ઉપર કોઈપણ જાતનું લાકડાનું કટીંગ કરવું નહીં. કેમકે લાકડાનો છોલ / વહેર અને અન્ય સિમેન્ટનો કચરો કોલમ અને બીમના જોઈન્ટ પર જામી જતો હોવાથી તે જોઈન્ટ ખુબ જ વીક બનાવી દે છે તેથી આનું ખાસ ઘ્યાન રાખવું. એલીવેશન તથા સેકશન ડ્રોઈંગ માંથી ...