Posts

Showing posts from 2022

સ્લેબ / બીમ શટરીંગ - Slab Beam Shuttering

Image
(સુચના : કોઈ પણ શટરીંગ મટીરીયલ ખરાબ કવોલીટીનું (તુટેલી ઘાર, કાણાવાળું, વળેલુ) ચલાવવું નહીં. શટરીંગના સર્પોટના ટેકા નીચે બ્રીક / બ્લોકના ટુકડા ન હોવા જોઈએ.) (કામ કરતી વખતે જો કોઈપણ કેમિકલનો ઉપયોગ કરવાનો થાય તો તે કેમિકલનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માટે કંપનીના ટેકનીકલ વ્યકિતને બોલાવી તેની પાસે જરૂરી ટેકનીકલ ટ્રેનીંગ લેવી અને તેની ગાઈડ લાઈન મુજબ કેમિકલ વાપરવું. કેમિકલની ટેકનીકલ ડેટા શીટ હંમેશા તમારી પાસે હાજર રાખવી અને દરેક કેમિકલનો ઉપયોગ માપીયા થી જ કરવો નહી કે અંદાજે ઉપયોગ કરવો. કામ પુર્ણ થયા બાદ કેમિકલનું એકચુયલ કવરેજ કાઢી લેવું અને તેને ટેકનીકલ ડેટા શીટ સાથે ટેલી કરી લેવું.) શટરીંગઃ સ્લેબ / બીમ નું શટરીંગ કરતા પહેલા શટરીંગ ઉપર ચોટેલા કોકીટનો માલ અથવા સિમેન્ટ ખુરપીથી સફાઈ કરી શટરીંગ કરવું. આ સફાઈ શટરીંગ કરેલા સ્લેબ પર કરવી નહીં. સ્લેબ ના ગાળા ઢંકાઈ ગયા બાદ તેની ઉપર કોઈપણ જાતનું લાકડાનું કટીંગ કરવું નહીં. કેમકે લાકડાનો છોલ / વહેર અને અન્ય સિમેન્ટનો કચરો કોલમ અને બીમના જોઈન્ટ પર જામી જતો હોવાથી તે જોઈન્ટ ખુબ જ વીક બનાવી દે છે તેથી આનું ખાસ ઘ્યાન રાખવું. એલીવેશન તથા સેકશન ડ્રોઈંગ માંથી ...

સ્લેબ / બીમ સ્ટીલ કામ - Slab / Beam Steel Binding

Image
સૂચના... બીમની ટોપી અને બોટમ ચેક કર્યા પછી જ સાઈડ મારવી. સાઈડ અને સ્લેબનું શટરીંગ ચેક કર્યા બાદ બીમનું સ્ટીલ બાંઘવું. બીમનું સ્ટીલ અને કોલમ રીડકશન ચેક કર્યા બાદ જ બીમ આરીયા કરવા. સ્લેબનું સ્ટીલ ચેક કર્યા બાદ જ સ્લેબનું લેવલ કરવું. સ્લેબ જયાંથી ભરવાનો હોય તે બાજુ થી ગાબડી કામ ચેક કરી લેવું. સ્ટીલ કામ કોલમ રીડકશન ચેક કરવું. કોલમ રીડકશન બીમ બોટમથી કરવું. બીમનું સ્ટીલ ચેક કરો. (ટોપ, બોટમ અને એકસ્ટ્રા બાર, સાઈડ ફેસબાર તથા રીંગ ચેક કરવી.) બીમની રીંગ (સળિયાનું ડાયામીટર, સ્પેસીગ, બાંધી તથા હુક ચેક કરવા.) બેન્ટઅપ સ્ટીલ ચેક કરવું તથા બેન્ટઅપનું માપ કોલમથી ચેક કરવું. ટોપ તથા બોટમના બાર રીંગ સાથે વાયરની આંટીથી બાંધવા. સ્લેબનું સ્ટીલ ચેક કરવું. બેન્ટઅપ, ચેર અને ટોર્શન સ્ટીલ ચેક કરવું. બીમની નીચે, બીમની સાઈડમાં, સ્લેબ નીચે અને કોલમના કવર ચેક કરો. (કોલમનું કવર અને બાંધી ખુબ જ જરૂરી છે.) બીમની પહોળાઈ મુજબ બોટમ સળિયાના નંગ એક લેયરમાં રાખવા. વધારે બોટમ સળિયા હોય તો પીન મુકી બીજા લેયરમાં રાખવા. બીમમાં ટોપ બારનું લેપપીંગ બીમ ની લંબાઈના ૧/ર ઝોનમાં માં ઓલટરનેટ બાર રાખીને કરેલું હોવું જોઈએ અને બોટમ બારનું બી...

કોલમ / શીયર વોલ / પરદી - Column / Shear Wall / RCC Wall - Concreting

Image
(સુચનાઃ કોકીટીંગ કામ કરવાની ટેકનીકલ ટ્રેનીંગ ખરીદી વિભાગને કહી નકકી કરેલ કંપની પાસે લેવી.) કામશરૂ કરતા પહેલા: કોકીંટનો ગ્રેડ અને મિક્ષ ડિઝાઈન મટીરીયલ પ્રમાણે ચેક કરવું. જો સ્ટીલની ડિઝાઈન કંજસ્ટેડ જણાય કે જેમાં કોકીટ જવું અને તેનું કોમ્પેકટીંગ કરવું મુશ્કેલ જણાય તો તેની માટે સેલ્ફ કોમ્પેક્ટીંગ કોકીટ વાપરવું. ભવિષ્યમાં સ્ટીલની કંજસ્ટેડ ડીટેઈલના લીધે જંકશનમાં કોકીટ ખરાબ થયુ છે તેવો પ્રશ્ન આવવો જોઈએ નહીં. ઓટો લેવલ મશીન હાજર હોવું જોઈએ અને તેનું ચાર્જિંગ ખાસ ચેક કરી લેવું. વાઈબ્રેટર, તેની નીડલ (૪૦ એમ.એમ.) અને એક વાઈબ્રેટર નીડલ સ્ટેન્ડ બાય માં રાખવી. પાણી, લાઈટની સુવિધા અને જનરેટરનું ડીઝલ એક દિવસ અગાઉ ચેક કરી લેવું. સ્લમપ ચેક કરવા સ્લમપ કોન ઓઈલ લગાવી તૈયાર રાખવો. કોલમ તથા પરદીમાં કોકીટ નાખવા માટેનો પાઈપ ચેક કરવો. પી.વી.સી. પાઈપ થી ખાંચવાનું હોય તો દરેક પાઈપ પર ઉપર નીચે એન્ડ કેપ તૈયાર રાખવા. કોક્રીટીગ વખતે: કન્સ્ટ્રકશન જોઈન્ટ પાણીથી સાફ કરી સિમેન્ટ તથા કેમિકલનો ડુગો નાખવો, ડુગો કોકીટીંગ કરતાં ૧૦ મિનિટ પહેલા જ નાખવો એડવાન્સમાં ડુગો નાખવો નહીં. શીયર વોલ, પરદી અને કોલમમાં કોકીટીંગ વખતે તેના શટરી...

કોલમ / શીયર વોલ / પરદી - Column / Shear Wall / RCC Wall - Shuttering And Steel

Image
(સુચના : કોઈ પણ શટરીંગ મટીરીયલ ખરાબ કવોલીટીનું (તુટેલી ઘાર, કાણાવાળું, વળેલુ) ચલાવવું નહીં. શટરીંગના સર્પોટના ટેકા નીચે બ્રીક / બ્લોકના ટુકડા ન હોવા જોઈએ.) (રામ કરતી વખતે જો કોઈપણ કેમિકલનો ઉપયોગ કરવાનો થાય તો તે કેમિકલનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માટે કંપનીના ટેકનીકલ વ્યક્તિને બોલાવી તેની પાસે જરૂરી ટેકનીકલ ટ્રેનીંગ લેવી અને તેની ગાઈડ લાઈન મુજબ કેમિકલ વાપરવું. કેમિકલની ટેકનીકલ ડેટા શીટ હંમેશા તમારી પાસે હાજર રાખવી અને દરેક કેમિકલનો ઉપયોગ માપીયા થી જ કરવો નહી કે અંદાજે ઉપયોગ કરવો. કામ પુર્ણ થયા બાદ કેમિકલનું એકચુયલ કવરેજ કાઢી લેવું અને તેને ટેકનીકલ ડેટા શીટ સાથે ટેલી કરી લેવું.) શટરીંગ અને સ્ટીલની ચકાસણી : સ્ટાર્ટર : સ્ટાર્ટરની ઉચાઈ ઓછામાં ઓછી ૪'' હોવી જોઈએ. તે પણ લેવલમાં હોવી જોઈએ. સ્ટાર્ટરની જગ્યા તેની સેન્ટર લાઈન મુજબ ચકાસવી. સ્ટાર્ટર વાળા ભાગમાં રીંગનો કમ્પલીટ સેટ અને કોલમના સ્ટીલના કવર ચેક કરવા. સ્ટાર્ટર અને શટરીંગના જંકશન માંથી સ્લરી નીકળી ન જાય તેને માટે શટરીંગ લગાવતા પહેલા સ્ટાર્ટર પર ગ્રીસ લગાવી જરૂરી જાડાઈ ની ફોર્મ શીટ લગાવવી. આઉટર સાઈડના કોલમમાં સ્ટાર્ટરનું શટરીંગ ખુબ...

રબલ સોઈલીંગ : Foundation And Ground Beam Rubble Soling

Image
માટીનું પુરાણ કરી ત્યાં પાણી છોડાવાનું, પાણી છોડયા બાદ, માટી લેવલ કરવાની અને રબલને ગોઠવવાના રહેશે. મોટા રબલની વચ્ચે નાના ટુકડા ફીટ કરવાના રહેશે તથા રબલ ઉપર ગ્રાવલ / જી.એસ.બી. પાથરી તેના પર પાણી નો છંટકાવ કરી કોમ્પેકટર મારવાનું રહેશે. રબલ સોઈલીંગ ઉપર પી.સી.સી. આવતું હોય તો પી.સી.સી. ની જાડાઈ અને સ્લોપ મુજબ દોરી બાંધવી અને તે ઘ્યાન રાખી રબલનું ફાઈનલ લેવલીંગ કરવું. માટી ફીલીંગ અને રબલ સોલીંગ કરતી વખતે સ્ટ્રકચરને નુકશાન ન થાય તે ઘ્યાન રાખવાનું રહેશે.

ગ્રાઉન્ડ બીમ / પ્લીન્થ બીમ : Ground Beam / Plinth Beam

Image
(કામ કરતી વખતે જો કોઈપણ કેમિકલનો ઉપયોગ કરવાનો થાય તો તે કેમિકલનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માટે કંપનીના ટેકનીકલ વ્યકિતને બોલાવી તેની પાસે જરૂરી ટેકનીકલ ટ્રેનીંગ લેવી અને તેની ગાઈડ લાઈન મુજબ કેમિકલ વાપરવું. કેમિકલની ટેકનીકલ ડેટા શીટ હંમેશા તમારી પાસે હાજર રાખવી અને દરેક કેમિકલનો ઉપયોગ માપીયા થી જ કરવો નહી કે અંદાજે ઉપયોગ કરવો. કામ પુર્ણ થયા બાદ કેમિકલનું એક્ચુયલ કવરેજ કાઢી લેવું અને તેને ટેકનીકલ ડેટા શીટ સાથે ટેલી કરી લેવું.) પહેલાનું કામ બીમનો બેઝ ચેક કરવો. (બેઝ બરાબર કોમ્પેક્ટ કરી ૧૧/ર'' પી.સી.સી. અથવા ગ્રેવાલ નાખી તૈયાર કરવો.) પી.સી.સી. નો બેઝ બીમની સાઈઝ કરતા ૩'' વધારે રાખવો જેથી બીમની સાઈડ બરાબર બેસી શકે અને શટરીંગ સપોર્ટ માટે ઠેસી મારી શકાય. બીમ માટે લોખંડ અને કોકીટની કવોન્ટીટી કાઢવી. (જો ડ્રોઈગમાં બીમની લંબાઈ ન હોય તો તે સાઈટ પર માપી લેવી.) બીમ બોટમનું લેવલ ચેક કરવું. જરૂરી સ્લોપ ચેક કરવો. બીમની સાઈડ ચેક કરવી. (લાઈન અને ઓળંબો) ગ્રાઉન્ડ બીમનું શટરીંગ કરતાં પહેલા ફુટીંગ માંથી નીકળતા ડોવેલની આજુબાજુ કોક્રીટ બરાબર રફ કરવું અને સફાઈ કર્યા બાદ જ શટરીંગ કરવું. બીમ ના જંકશ...

ફાઉન્ડેશન : કોક્રીટીંગ - Foundation Concreting Work

Image
(કામ કરતી વખતે જો કોઈપણ કેમિકલનો ઉપયોગ કરવાનો થાય તો તે કેમિકલનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માટે કંપનીના ટેકનીકલ વ્યકિતને બોલાવી તેની પાસે જરૂરી ટેકનીકલ ટ્રેનીંગ લેવી અને તેની ગાઈડ લાઈન મુજબ કેમિકલ વાપરવું. કેમિકલની ટેકનીકલ ડેટા શીટ હંમેશા તમારી પાસે હાજર રાખવી અને દરેક કેમિકલનો ઉપયોગ માપીયા થી જ કરવો નહી કે અંદાજે ઉપયોગ કરવો. કામ પુર્ણ થયા બાદ કેમિકલનું એક્ચુયલ કવરેજ કાઢી લેવું અને તેને ટેકનીકલ ડેટા શીટ સાથે ટેલી કરી લેવું.) (કોકીટીંગ કામ કરવાની ટેકનીકલ ટ્રેનીંગ ખરીદી વિભાગને કહી નકકી કરેલ કંપની પાસે લેવી.) કોક્રીટીંગ કરતા પહેલા : કોકીટીંગ કરતા પહેલા પી.સી.સી. ઉપર કોઈપણ લુઝ મટીરીયલ હોય તેની સફાઈ કરવી. કોકીટનો ગ્રેડ અને મિક્ષ ડિઝાઈન મટીરીયલ પ્રમાણે ચેક કરવું. ફુટીંગના કાસ્ટીંગમાં રપ એમ.એમ. કપચી ફરજિયાત વાપરવી. જો સ્ટીલની ડિઝાઈન કંજસ્ટેડ જણાય કે જેમાં કોકીટ જવું અને તેનું કોમ્પેક્ટીંગ કરવું મુશ્કેલ જણાય તો તેની માટે સેલ્ફ કોમ્પેક્ટીંગ કોકીટ વાપરવું. ભવિષ્યમાં સ્ટીલની કંજસ્ટેડ ડીટેઈલના લીધે જંકશનમાં કોક્રીટ ખરાબ થયુ છે તેવો પ્રશ્ન આવવો જોઈએ નહીં. ઓટો લેવલ મશીન હાજર હોવું જોઈએ અને તેનું ચા...

WhatsApp Status - English - Gujarati - Hindi

Image
👉🏽 Selected Status:- ••••••••••••••••••••••••••••••••• ચા ની લારી વાળા એ જયારે પૂછ્યું; "ચા સાથે શું લેશો?" હૈયે આવી ને શબ્દો પાછા ફર્યા; "જુના મિત્રો મળશે ?" ••••••••••••••••••••••••••••••••• You can't do everything in one day..! ••••••••••••••••••••••••••••••••• You don't Know How Much Talent i have..!! ••••••••••••••••••••••••••••••••• How ever hard you try, You will always miss out on something in life..!! ••••••••••••••••••••••••••••••••• Let's enjoy the moment..!! ••••••••••••••••••••••••••••••••• Give it some time everything will be okay..!! ••••••••••••••••••••••••••••••••• Don't expect anything from me...!! ••••••••••••••••••••••••••••••••• You're not right, you're just very different from me..!! ••••••••••••••••••••••••••••••••• I Could never live like you people..! ••••••••••••••••••••••••••••••••• Then those two people cannot handle those three words...! ••••••••••••••••••••••••••••••••• They Laugh At Me Because I'm Differen...

ફાઉન્ડેશન : લોખંડ અને શટરીંગ - Foundation Steel And Shuttering Work

Image
(કામ કરતી વખતે જો કોઈપણ કેમિકલનો ઉપયોગ કરવાનો થાય તો તે કેમિકલનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માટે કંપનીના ટેકનીકલ વ્યકિતને બોલાવી તેની પાસે જરૂરી ટેકનીકલ ટ્રેનીંગ લેવી અને તેની ગાઈડ લાઈન મુજબ કેમિકલ વાપરવું. કેમિકલની ટેકનીકલ ડેટા શીટ હંમેશા તમારી પાસે હાજર રાખવી અને દરેક કેમિકલનો ઉપયોગ માપીયા થી જ કરવો નહી કે અંદાજે ઉપયોગ કરવો. કામ પુર્ણ થયા બાદ કેમિકલનું એક્ચુયલ કવરેજ કાઢી લેવું અને તેને ટેકનીકલ ડેટા શીટ સાથે ટેલી કરી લેવું.) કામ શરૂ કરતા પહેલા : પી.સી.સી. ઉપર ફુટીંગની પેટી અને સેન્ટર લાઈન માર્ક કરો. સેન્ટર લાઈન બનાવ્યા પછી ફરીથી ચેક કરવી. કામ કરતી વખતે : બેઝમેન્ટ આવતું હોય તે પ્રોજેકટમાં ગ્રાઉન્ડ બીમનું ડ્રોઈંગ સ્ટડી કરવું અને જો તેમાં ફુટીંગ માથી ગ્રાઉન્ડ બીમ કાઢવાના હોય તો તે કાઢી તેની પર જરૂરી સ્ટીરપ બાંધવી અને તેને બરાબર સપોર્ટ કરવો. ફુટીંગ ની પેટીના માપ તથા કાટખૂણા ચેક કરવા. ફુટીંગનું સ્ટીલ અને કોલમ કાયમ કર્યા બાદ સેન્ટર લાઈનની દોરીથી ઓળંબો કરી ફરી વખત ફુટીંગની પોઝીશન ચેક કરવી. ફુટીંગની જાળીનું સ્ટીલ તથ કવર ચેક કરવા. (સાઈડ કવર ખાસ ચેક કરવા.) કોલમના સળિયા ચેક કરવા. (સળિયા નંગ, સળિય...

Unique bed Design

Image

ફાઉન્ડેશન પીસીસી - Foundation Below PCC

Image
(કામ કરતી વખતે જો કોઈપણ કેમિકલનો ઉપયોગ કરવાનો થાય તો તે કેમિકલનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માટે કંપનીના ટેકનીકલ વ્યકિતને બોલાવી તેની પાસે જરૂરી ટેકનીકલ ટ્રેનીંગ લેવી અને તેની ગાઈડ લાઈન મુજબ કેમિકલ વાપરવું. કેમિકલની ટેકનીકલ ડેટા શીટ હંમેશા તમારી પાસે હાજર રાખવી અને દરેક કેમિકલનો ઉપયોગ માપીયા થી જ કરવો નહી કે અંદાજે ઉપયોગ કરવો. કામ પુર્ણ થયા બાદ કેમિકલનું એક્ચુયલ કવરેજ કાઢી લેવું અને તેને ટેકનીકલ ડેટા શીટ સાથે ટેલી કરી લેવું.) કામ શરૂ કરતા પહેલા :  પી.સી.સી. કામ શરૂ કરતા પહેલા જમીનનું લેવલ જુવો અને વધારાની (લુઝ) માટી બહાર કાઢો. જરૂર જણાય તો વાઈબ્રેટર મારી માટીનું કોમ્પેકશન કરવું. જરૂર જણાય તો રબલ સોલીંગ કરી, તેને વાઈબ્રેટર મારી જરૂરી કોમ્પેકશન કરવું. કામ કરતી વખતે : ખોદાણ બાદ પી.સી.સી. નું લેવલીંગ વખતે જો કોઈ ગ્રાવલ, પણો અથવા કીચડ નું લેયર જણાય તો સ્ટ્રકચર ડીઝાઈનર અને સોલ ટેસ્ટીંગ એજન્સીને જાણ કરી તેનું જરૂરી સોલ્યુશન લઈ આગળ કામ કરવું. ચારેય બાજુ લાકડાની પટ્ટી અથવા સાઈડ રાખો અને તેમને પૂર્ણ રીતે સપોર્ટ આપો. ઈટો મુકશો નહીં. સેન્ટર લાઈન ફાઈનલ કર્યા બાદ ફુટીંગના માપ મુજબ જ પી.સી.સી. કરવ...

ખોદકામ - Excavation

Image
  ફાઉન્ડેશનની ઉડાઈ અને પ્લીન્થનું લેવલ મેળવો અને પછી તેનું ખોદકામનો નિર્ણય લો જેથી કામ કરવામાં સરળતા રહે . ખોદકામ શરૂ કરતાં પહેલા ફાઉન્ડેશન એરીયાની નજીક અથવા બાજુમાં કોઈ સ્ટ્રકચર આવતું હોય અને તેને ખોદાણ વખતે ક્ષતિ પહોચે તેવું જણાતું હોય તો તેની સ્ટ્રકચર ડિઝાઈનરને ખોદાણ પહેલા જાણ કરવી . ફુટીંગની ફરતે પ ફુટ અથવા વધારાનું માર્જીન રાખી ખોદકામ કરવું . ખોદકામ શરૂ કરતા પહેલા સાઈટ પર માર્જીન ચેક કરવો . લીફટના ખાડાની ઉડાઈ નકકી કરો . ( આ માટે આર્કિટેક્ટ અને લીફટ કંપની પાસેથી લીફટના ખાડાની ઉડાઈના માપ લેવા .) ખોદાણ પહેલા સોઈલ ટેસ્ટ રીર્પોટ સ્ટડી કરવો . તેમાં વોટર ટેબલ આપણા ખોદાણ લેવલથી ઉચુ હોય જેથી આપણા ખોદેલા ખાડામાં પાણી આવવાની શકયતા છે તો તે પાણીના નીકાલ માટે ખાડાની અંદર ટ્રેન્ચ કરવી પડશે જે માટે પહેલેથી જ ખોદાણનો એરીયા મોટો રાખવો . જો ખોદકામ વખતે પાણી આવતું હોય તો સ્ટ્રકચર ડિઝાઈનરને જાણ કરવી . ખોદાણ કરતી વખતે રેતીનું લેયર અથવા કીચડનું લેયર આવે તો તે સ્ટ્રકચર ...

concrete precision rainy weather

Image
During monsoon season we need to keep below points in mind while concreting Slump should be no more than 120. If pipeline is long , at pump slump can be 150 max If it’s raining , avoid casting as at batching plant it becomes very difficult to get idea of moisture in raw material and change water correction in recipe . Cube casting should be under shade area where water does not fall continuously If there are multiple grades in slab , please make sure marking on cubes don’t get interchanged . For this please designate separate area for different grade of cube casting . On site when cubes are kept , please see if someone do not put foot on cubes and cubes are secured in a safe place where there is no damage to cubes as these are samples who represent quality of concrete . During monsoon , we observe that due to continuous moisture in air , cubes are moist and even in 7 days contains moisture if proper heat or temperature is not met . In these cases , we recommend to do 7 days , 14 days ...